bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

LOCKSABHA ELECTION 2024 BREKING   

સોલાપુરમાં EVM મશીન સળગાવવાનો કર્યો પ્રયાસ

સાંગોલા તાલુકામાં એક મતદારે પોતાની સાથે લાવેલું પેટ્રોલ નાખીને વોટિંગ મશીનને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. હાજર રહેલા અધિકારીઓએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

ચૂંટણીની કામગીરી દરમિયાન મહિલા કર્મચારીનું મોત

લોકસભા ચૂંટણી દરમિયાન જાફરાબાદમાં એક મહિલા કર્મચારીનું ચાલુ ફરજ દરમ્યાન મોત નિપજ્યું છે. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા અચાનક ચૂંટણીની કામગીરી દરમિયાન પડી ગયા હતા.

 ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 50.22 ટકા મતદાન 

વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતના વલસાડમાં સૌથી વધુ 68.12 ટકા મતદાન થયું છે જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 45.59 ટકા મતદાન થયું છે. સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાસ 50.22 ટકા મતદાન થયું છે.

ફરજ બજાવી રહેલા પ્રિસાઈડીંગ ઓફિસરને આવ્યો હાર્ટ એટેક

ધ્રાંગધ્રા મતદાન મથક પર ફરજ બજાવી રહેલા પ્રિસાઈડીંગ ઓફિસર વાસુદેવ પટેલ નામના અધિકારીને આવ્યો હાર્ટ એટેક, મતદાનની ચાલુ કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક

અમરેલીમાં મતદાન ગુપ્તાનો ભંગ 

ખાંભાના માલકનેસ ગામના ગોરધન સોલંકી નામના વ્યક્તિએ વીડિયો વાયરલ કરતાં થયો વિવાદ, મતદાન ગુપ્તાનો ભંગ કર્યો હોવાથી ખાંભા પોલીસે  ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી