વડોદરાના કરજણ તાલુકાના બકાપુરા ગામની સીમમાં આવેલી નર્મદા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન થાય છે તેવી બાતમીના આધારે ખાણ ખનીજના ફ્લાઈંગ સ્કોડ દ્વારા તા.17ના રોજ બપોરે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ વખતે નદીમાં રેતીનું ખનન કરતા માફિયાઓએ ખાણ ખનીજના અધિકારીઓને અટકાવી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી અને બાદમાં રેતી માફિયાઓ રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતા છ એકસેવેટર મશીન, બાર્જ નાવડી, આઠ યાત્રિક નાવડિયો લઈને નદીના સામે કાંઠે ભાગી ગયા હતા. આ બનાવ અંગે ફ્લાઈગ સ્કોડના સુરતમાં ફરજ બજાવતા હિતેશ જયંતીભાઈ પટેલે અંકિત સાબરપરા, જયદસિંહ હિતેન્દ્રસિંહ રાજ અને યોગેશ માલાણી સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology