bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરતમાં નેતા, કોન્સ્ટેબલ અને બુટલેગર એક સાથે દેખાયા....  

સુરતમાં BJP કોર્પોરેટર અમિત રાજપૂતનો વિવાદ સામે આવ્યો છે. જેમાં નેતા, કોન્સ્ટેબલ અને બુટલેગર એક સાથે દેખાયા છે. તેમાં બુટલેગર મુન્નાનો ફોટો વાઇરલ થયો હતો. અમિતસિંહ સાથે SOGનાં કોન્સ્ટેબલ ઘરોબો ધરાવતા હતા. તેમાં SOGના પોલીસ કર્મી દેસાઇની ટ્રાફિકમાં બદલી થઇ હતી. BJP કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોતાની પકડ જમાવી છે.

  • નેતાજી સાથેના ફોટોના કારણે ટ્રાફિકમાં બદલી કરાઇ

મુન્ના લંગડા દારૂ જુગારનો અડ્ડા ચલાવનાર છે. તેમાં મુન્નાની હાજરી વચ્ચે પોલીસ કર્મી હર્ષદ દેસાઈ દેખાયો છે. જેમાં હર્ષદ દેસાઈ ત્યારે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતો. તેમાં નેતાજીની ભલામણથી SOGમાં બદલી કરાવી હોવાની ચર્ચા છે. જેમાં હવે નેતાજી સાથેના ફોટોના કારણે ટ્રાફિકમાં બદલી કરાઇ છે.

  • કોર્પોરેટર અમિત રાજપૂત સામે આક્ષેપ થયા

તાજેતરમાં જ સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત સામે આક્ષેપ થયા હતા. જેમાં બિલ્ડરને મારમારી રૂપિયા 95 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ હતો. તેમાં 9 દુકાન 4 કરોડની પોતાના નામે લખાવ્યાનો આક્ષેપ તથા બીજા 36 લાખ માટે બિલ્ડરનું અપહરણ કર્યાનો આક્ષેપ હતો. તેમાં અમિત રાજપૂતે 7 સાગરિતો સાથે મળી અપહરણ કર્યું હતુ.

  • ફરિયાદ નોંધાવાનું કહેતા પોલીસે અરજી કરવાનું કહ્યું

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. પોલીસે ગુનો દાખલ નહીં કર્યાનો પોલીસ સામે આરોપ છે. તેમજ ફરિયાદ નોંધાવાનું કહેતા પોલીસે અરજી કરવાનું કહ્યું હતુ. ફરિયાદી રાત્રે ગોડાદરા પો.સ્ટે.માં જ ઊંઘી ગયા હતા. પોલીસે ફરિયાદ ના નોંધતા લોકઅપ બહાર જ ઊંઘી ગયા હતા. કારમાં અપહરણ કર્યા બાદ બિલ્ડરને માર મારી તેની પાસે લખાણ લખાવી લીધુ છે. જેમાં બિલ્ડરે ગોડાદરા પોલીસ મથકે જઇ ફરિયાદ નોધાવાનું કેહતા પોલીસે અરજી કરવાનું કહ્યું છે. જ્યાં પોલીસે તપાસ બાદ ગુનો નોંધવા જણાવ્યું છે.