bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ અધિકારી દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે....  

ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મૃત્યુ થયા હતા. આ મામલે એક્શન લઈને આ મામલાની સુનાવણી શરૂ કરવામાં આવી છે. રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને ખરી ખોટી સંભળાવી હતી. ગયા મહિને આ અકસ્માતમાં 27 લોકોના મોત થયા હતા. હાઇકોર્ટ જાણવા માંગે છે કે સ્થાનિક મ્યુનિસિપલ બોડીના તત્કાલીન વડાને મંજૂરી વિના ચલાવવામાં આવતા TRP ગેમ ઝોન સામે પગલાં ન લેવા બદલ શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. TRP ગેમઝોનમાં આગકાંડ બાદ તપાસ ઝડપી બનાવવામાં આવી છે. ગેમઝોનમાં આગકાંડમાં નજરે જોનાર યુવકને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યો હતો. તેમજ યુવકને પરિવાર સાથે પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યો હતો. દક્ષ સમગ્ર ઘટનાનો લાઈવ સાક્ષી હોવાથી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.રાજકોટમાં TRP ગેમઝોનનાં આગકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગેમ ઝોનમાં એસી ફીટ કરનારને એસઆઈટી દ્વારા પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે. જેમાં એસી ફિટીંગ કરનાર લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એસીમાં લીકેજ હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ એસીમાં ગેસ લીકેજથી ભડકો થયો કે કેમ તે અંગે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમજ ગેમ ઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટ ફીટ કરનારને બોલાવવામાં આવ્યા છે. સાઉન્ડ પ્રોજેક્ટરનાં કેબલો કેવી રીતે ફીટિંગ કર્યા તેને લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમજ વધુ બે વ્યક્તિને પૂછપરછ માટે બોલાવ્યા હતા.


રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા ગયા વર્ષે જૂનમાં TRP ગેમ ઝોનને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એક વર્ષ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાની માહિતી મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તે સમયે કોર્પોરેશનના કમિશનર આનંદ પટેલ હતા. ટીઆરપી ગેમ ઝોનમાં 25મી મેના રોજ આગ લાગી હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનાના કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન દેસાઈની સ્પેશિયલ બેચ પીઆઈએલની સુનાવણી કરી રહી હતી.


જસ્ટિસ વૈષ્ણવે કહ્યું, ‘તમે સિટી પ્લાનિંગ ઓફિસરને નોકરીમાંથી કાઢી મૂક્યા, પરંતુ તત્કાલીન સિટી કમિશનરને કેમ સસ્પેન્ડ ન કરવામાં આવ્યા? આની જવાબદારી ઉચ્ચ અધિકારીઓની છે. સ્ટ્રક્ચર તોડી પાડવાનો આદેશ જૂન 2023માં આપવામાં આવ્યો હતો. આ આદેશ આપ્યા પછી શું થયું? તમારા અધિકારીઓ 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યાં સુધી ચુપચાપ બેઠા હતા. તમે એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારના એક્શન ન લીધા.’ તેમણે પૂછ્યું કે આઈએએસ અધિકારી પટેલ વિરુદ્ધ શા માટે કલમ 302 (હત્યા) લાગુ ન કરવી જોઈએ, જેઓ ઘટના સમયે કમિશનર હતા અને રાજ્ય દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કોઈ પોસ્ટિંગ વગર તેમની બદલી કરવામાં આવી હતી.


ગુરુવારે સુનાવણી દરમિયાન RMCના વકીલ જી.એચ. વિર્કે એફિડેવિટ દાખલ કરી અને કોર્ટને જણાવ્યું કે TRP ગેમ ઝોનમાં RMC ફાયર વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી અને ફાયર સેફ્ટી એક્ટ મુજબના સલામતીનાં પગલાંનું પાલન કરવામાં આવ્યું નથી. સુનાવણી દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે ગેમ ઝોનના માલિકોએ ક્યારેય ફાયર સેફ્ટીનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટે અરજી કરી જ નથી અને ગેમ ઝોન પોલીસની પરવાનગી વિના ચલાવવામાં આવી રહ્યો હતો, જે ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(W)હેઠળ ફરજિયાત છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે RMCના ટાઉન પ્લાનિંગ વિભાગને આ ગેરકાયદેસર બાંધકામ વિશે જાણ હતી અને તેણે જૂન 2023માં તેને તોડી પાડવાની નોટિસ પણ આપી હતી. અગાઉ એપ્રિલ 2023માં મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓ હેઠળ અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી.