ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે. કેટલાય વિસ્તારોમાં મેઘરાજાની દમદાર બેટિંગને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપુર આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ તરફ છેલ્લા 24 કલાકમાં વાસો, દાહોદ અને સંતરામપુરમાં 3.5 ઇંચ વરસાદ તો ઝાલોદ અને મહુધામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે.મોરવા હડફ, લુણાવાડા અને સંગવડમાં છેલ્લા 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
આજે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology