bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધું એક આગાહી કરવામાં આવી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં હતાં ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધું એક આગાહી કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં ૧ થી ૩ ઈંચ વરસાદની શક્યતાઓ છે તેમજ કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ૨૮ ઓગસ્ટ સુધી વરસાદ રહેશે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત આહવા ડાંગ વલસાડ વલસાડ માં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોટાદ તેમજ જામનગર દેવભૂમી દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે તેવું લાગી રહ્યું છે. તેમજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાત ના વડોદરા પાદરા બોડેલી ભરૂચ જંબુસર ભારે થી અતિભારે વરસાદ આવી શકે તેમજ ૧૦ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે વરસાદ આવશે અને ૨૩ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે, તેમજ ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે