bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં 24 લોકસભા બેઠકોમાં EVMના મતમાં તફાવત, ADR રિપોર્ટમાં ખુલાસો, EC શંકાના ઘેરામાં...  

લોકસભાની ચૂંટણીમાં ઈવીએમમાં પડેલાં મત અને મત ગણતરીના આંકડામાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો છે. રિપોર્ટ અનુસાર, દેશ તમામ બેઠકો પર કુલ મળીને 5 કરોડ મતના ફેરફાર જોવા મળતાં એક નવા વિવાદ ઊભો થયો છે. તેમાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાંથી 24 બેઠકમાં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળ્યો છે. કાં તો મત વધુ પડયાં છે, કાં તો ઓછા પડયાં છે. હવે ઈલેક્શન કમિશનની વિશ્વસનિયતા સામે સવાલો ઊઠ્યાં છે.

  • 3100 મતોનો તફાવત જોવા મળ્યો

લોકસભાની ચૂંટણી 2024માં ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યાં હતાં અને મતગણતરીના દિવસે મતોની ગણતરી થઈ તેમાં ઘણાં મતોમાં તફાવત જોવા મળ્યો છે. એડીઆરના રિપોર્ટ અનુસાર,, ગુજરાતની વાત કરીએ તો, 26 બેઠકમાંથી 24 બેઠકોમાં 8 મતોથી માંડીને 3100 મતોનો તફાવત જોવા મળ્યો છે. કાં તો મત ઓછાં છે. કાં તો જાહેર કરેલાં મતો કરતાં વધુ મત છે.

ગુજરાતમાં 24 બેઠકો પર કુલ મળીને 15,521 મતનો તફાવત જોવા મળ્યો છે. ભાવનગરમાં 2096, ખેડામાં 2222, પાટણમાં 1577, બારડોલીમાં 3193 અને આણંદમાં 1337 મતનો ફરક જોવા મળ્યો છે. જો કે, મતમાં ફેરફાર એ પરિણામ બદલવા માટે જવાબદાર ન હોય પણ ચૂંટણીપંચની વિશ્વસનિયતા સામે આંગળી ચિંધાઈ છે.