ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત વહીવટ આપવાના નામે કેન્દ્રીય કક્ષાએ ખૂબ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન સેવાના મહત્તમ ઉપયોગની વાતો થતી હોઈ છે ત્યારે આર.ટી.ઓ.માં આજે સર્વર ઠપ્પ થતા આજે 17 અને આવતીકાલે 18ના લાયસન્સ સંબંધી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. જેના પગલે હજારો લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે.
લાયસન્સ સંબંધી સેવા માત્ર કોઈ એકાદ જિલ્લામાં નહીં પરંતુ, ગુજરાતભરમાં ઠપ્પ થઈ છે. સરકાર અનેક ઓનલાઈન સેવાઓ કેન્દ્રીય ધોરણે ચલાવે છે અને તે થપ્પ થતાં ટેકનોસેવી અફ્સરો સમયસર પુનઃ કાર્યાન્વિત પણ કરી શકતા નથી. થોડા દિવસો પહેલા ટેસ્ટીંગ ટ્રેક અઠવાડિયા સુધી બંધ રહ્યા હતા અને લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અન્ય સેવાઓમાં પણ સર્વર ધીમા પડવા કે બંધ પડવા જેવા અનેક પ્રશ્નો સામે આવતાં હોઈ છે.
રાજકોટ મહાપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા 5.60 લાખ મિલ્કતધારકો પાસેથી ટેક્સની વસુલાત ઓનલાઈન છેલ્લાં ઘણા સમયથી કરી રહી છે,ત્યારે તેમાં સ્થાનિક ધોરણે જ સોફ્ટવેર ડેવલપ થયા હોય તો ભાગ્યે જ કોઈ ફોલ્ટ આવે છે અને તે ફોલ્ટનું સોલ્યૂશન પણ થોડા સમયમાં જ આવી જતું હોઈ છે. ત્યારે સરકારમાં યુધ્ધના ધોરણે આ ફોલ્ટ કેમ રિપેર નથી થતો તે લોકમુખે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology