રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ફાટી નીકળેલો ક્ષત્રિયોનો રોષ યથાવત્ છે.ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દની માંગ સાથે છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર રહેલા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે.
પદ્મિનીબા વાળાને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પદ્મિની બા વાળાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળતા જ સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. માહિતી મુજબ, તબિયત બગડતાં રાજપૂત સમાજના આગેવાનોની સમજાવટ બાદ તેમણે પારણા કર્યા છે. સાધુ-સંતો દ્વારા પદ્મિની બા વાળાને પારણાં કરાવવામાં આવ્યા છે.
પરસોત્તમ રૂપાલા વિવાદ મામલે પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો હતો. પદ્મિનીબા વાળાની તબિયત અચાનક બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology