સુરતમાંથી IPLની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ મુંબઈ સાયબર સેલ દ્વારા ઝડપાયું છે. મુંબઈ સાયબર સેલે મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીની કરી ધરપકડ કરી છે. IPLની વેબસાઈટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી આચરતા હતા. નકલી IPLની વેબસાઇટ બનાવી લોકોને છેતરતા આરોપીની મુંબઇ સાયબર સેલે સુરતથી ઝડપી પાડ્યા છે. સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા.
IPLની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ક્રિકેટ રસીકો લાંબી લાઇનોમાં ઉભા રહેવું ન પડે અને ઘરબેઠા ટિકિટ બુક કરાવી શકે તે માટે ઓનલાઇન બુકીગ કરવામાં આવે છે. આના લીધે ગઠિયાઓ પણ સક્રિય બન્યા હતા અને ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને છેતરપિંડી શરૂ કરી હતી. જો કે મુંબઈ સાયબર સેલ દ્વારા સુરતમાં ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર સહિત 7 વ્યક્તિની ધરપકડ કરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology