વડોદરા શહેરમાં ગત બપોરથી ખાબકેલા ભારે વરસાદના કારણે આજવાની સપાટી ઝડપભેર વધી ગઈ હતી જેથી તમામ ૬૨ દરવાજા ખોલી નાખવામાં આવતા વિશ્વામિત્રીની સપાટી પણ સતત વધીને 27.05 ફુટ થઈ જતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં નદીના નીર ફરી વળ્યા હતા.
પરિણામે ફાયર બ્રિગેડની ટીમ પણ સતત ખડે પગે તૈયાર હતી. દરમિયાન અકોટા ગામ પાછળ આવેલા દેવપુરા ગામમાં વિશ્વામિત્રીના ફરી વળેલા પાણીમાં કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે વહેલી સવારે પહોંચી ગઈ હતી. જ્યાં વિશ્વામિત્રી નદીના પાણીમાં ફસાયેલા 15 જેટલા લોકોનું સતત બે કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરાયું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology