MSU અવારનવાર અનેક વિવાદોમાં આવતી હોઈ છે ત્યારે ફરી એક વખત વિવાદમાં આવી છે. મળતી માહિતી મુજબ વિવિધ ફેકલ્ટીઓમાં પીએચડી કરી રહેલા 150 જેટલા વિદ્યાર્થીઓના પીએચડી થિસિસ તપાસવા માટેની પરીક્ષકોની પેનલને યુનિવર્સિટી સત્તાધીશોએ છેલ્લા 6 મહિનાથી હજુ સુધી મંજૂરી નથી આપી.
વહીવટનુ કેન્દ્રીકરણ યુનિવર્સિટીમાં કોમન એકટ આવ્યા બાદ થઈ ગયુ છે અને યુનિવર્સિટી સત્તાધીશોને હવે કોઈ ટોકવા કે રોકવા વારું નથી.તેથી સત્તાધીશો પોતાનું મન ફાવે તેમ વહિવટ કરી રહ્યા છે.જેના કારણે વિદ્યાર્થીઓને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.પીએચડી કરનારા વિદ્યાર્થીઓ પોતાનો થિસિસ સુપરત કરે એટલે તે તપાસવા માટે યુનિવર્સિટીના સંચાલકો દ્વારા પરીક્ષકોની પેનલ નક્કી થતી હોય છે.દરેક થિસિસ માટેની પેનલને એકેડમિક કાઉન્સિલમાં મંજૂર કરાય છે પછી વાઈસ ચાન્સેલર દ્વારા તેમાંથી બે વ્યક્તિના નામોની પસંદગી કરતી હોય છે.આ પરીક્ષકો વિદ્યાર્થીના થિસિસ તપાસીને વિદ્યાર્થીનો વાયવા લેવાય છે.તે સફળ થાય તો અને તો જ તે વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવે છે.
પરંતુ છેલ્લા 6 મહિનાથી યુનિવર્સિટી સત્તાધીશોએ એકેડમિક કાઉન્સિલની બેઠક બોલાવી જ નથી. જેના કારણે 150 જેટલા પીએચડી થિસિસ એમનેમ જ પડ્યાં છે. હવે જોવાનું એ બાકી રહ્યું છે કે થિસિસની ચકાસણી ક્યારે થશે? તેમજ તેની રાહ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. એમ.એસ યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી પણ મોડી મળશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology