રૂપાલાની રાજા રજવાડા વિશે ટીપ્પણીનો વિડિયો વાયરલ થયા બાદ ક્ષત્રિયો રોષે ભરાયા છે ત્યારે રૂપાલા બે વાર માફી માગી ચુક્યા છે પરંતુ રાજપૂત મહિલાઓ વિશે કરેલી ટીપ્પણીને લઇ સમાજ કોઇપણ ભોગે માફી આપવા તૈયાર નથી. જેને લઇને રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની રાજકોટથી ટિકિટ કાપવાની માંગણી કરવામાં આવી રહી છે.
રૂપાલા છેલ્લા 10 દિવસથી એકલા ઝઝુમી રહ્યા છે. કોઈ મોટા નેતાએ આજ સુધી તેમના સમર્થનમાં આવ્યા નથી. ત્યારે હવે ખરેખર ગણગણાટ એવો થવા લાગ્યો છે કે ભાજપ રૂપાલાને બચાવવા માગે છે કે કેમએક વાત ચોક્કસ છે કે આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો અને પાર્ટી માટે આ વિવાદ સૌથી મોટો પડકાર બની ગયો છે. બીજી તરફ ક્ષત્રિયો છે કે જે ભાજપના માત્ર રાજકોટ જ નહી પરંતુ અલગ અલગ 8 બેઠકો પર નુકસાનનો હુંકાર ભરી રહ્યા છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે રૂપાલાનું શું થશે ? આમ તો ઉમેદવારી રદ્દ કરવાના મૂડમાં ભાજપ નથી તો પછી સવાલ એ પણ છે કે શું પાર્ટીને આવનારી લોકસભામાં મોટો ઝટકો લાગશે ? જોવું રહ્યુ કે આવનારા દિવસોમાં વિવાદ ક્યાં જઈને બ્રૅક લેશે તે જોવાનું રહ્યું...
પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે રૂપાલાના નિવેદનથી આચાર સંહિતા ભંગ થઇ છે કે કેમ? તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી ત્રણ દિવસથી તપાસ કરી રહ્યા છે. વીડિયો સહિતની તમામ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં જિલ્લા કલેક્ટર તપાસનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલશે.લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલા વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology