ગુજરાત લોકસભાની ચૂંટણી સાતમી મેના રોજ યોજાવવાની છે. ત્યારે પરશોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિયોનો રોષ શમવાનું નામ નથી લેતો. ભાજપ સામે આંદોલન પાર્ટ ટુ જાહેર કર્યા બાદ ક્ષત્રિય સમાજે ‘ઓપરેશન ભાજપ’ની રણનીતિ ઘડી કાઢી છે. જેના ભાગરૂપે રાજપૂત સમાજ આજથી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધર્મયાત્રા કાઢી સર્વ સમાજના લોકોને જોડી ભાજપનો વિરોધ કરી રહ્યા છે. આ ડેમેજ કંટ્રોલ માટે આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ક્ષત્રિય સમાજ સહિત સંગઠનના નેતાઓ સાથે બેઠક માટે પહોંચ્યા છે. એકબાજુ ક્ષત્રિય સમાજ માફી અને અનેક લોકોની વિનંતી બાદ પણ માનવા તૈયાર નથી તો બીજી બાજુ ભાજપ રાજપૂત સમાજને મનાવવાના એક બાદ એક પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આ બેઠકનું કોઇ પરિણામ આવે છે કે નહીં.
પરશોત્તમ રૂપાલાએ નિવેદન બાદ માફી માગી છતાં ક્ષત્રિય સમાજ માફી આપવાના મતમાં નથી. એ જ કારણ છે કે, અત્યાર સુધી સંમેલન કરીને અને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપીને ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી કરી રહ્યો હતો. આમ છતાં પણ ભાજપ હાઈ કમાન્ડ પણ પરશોત્તમ રૂપાલાની પડખે હોય તેમ ઉમેદવાર બદલવામાં આવ્યા નથી. જેના કારણે વધુ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ ટુ ઓપરેશન ભાજપની જાહેરાત કરી દીધી છે.
ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુના ભાગરૂપે અત્યારે હાલ અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય મહિલાઓના પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે. આ સાથે જ જ્યાં ક્ષત્રિય સમાજની મત બેંક વધારે છે તે લોકસભા બેઠક પર ભાજપને ચૂંટણીમાં વધુને વધુ નુકસાન પહોંચાડવાનું ક્ષત્રિય સમાજનું આયોજન છે. આ સાથે જ ધર્મયાત્રા પણ કરવામાં આવી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology