bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું...

GSHSEB, ચેરમેન, બંછાનિધિ પાનીએ પરિણામ અંગે મહત્ત્વની વાત સામે મુકી હતી. જેમા તેમણે જણાવ્યુ છે કે, 10 વર્ષ પછી સામાન્ય પ્રવાહનું પરિણામ આ વખતે વેહલું આવ્યુ છે. પરીક્ષા લેવાની પદ્ધતિમાં ઘરખમ સુધારો કરવામાં આવ્યો છે. તેમણે પિરણામ અંગે વાત કરતા જણાવ્યુ કે, આ વખતે વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવ્યા છે. રાજ્યમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઇ ગયુ છે. આજે સવારે 9.00 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરાયું છે. બોર્ડ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, આ વખતે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઘણું સારું આવ્યુ છે. 10 વર્ષ પછી સામાન્ય પ્રવાહનું પરિણામ આ વખતે વેહલુ આવ્યું છે.


સામાન્ય પ્રવાહનું આ વર્ષે 91.93 ટકા પરિણામ આવ્યુ છે. ગાંધીનગરના છાલા કેન્દ્રમાં સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર બન્યું છે. સૌથી વધારે પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો બોટાદ જિલ્લો મોખરે છે. જ્યારે જુનાગઢમાં સૌથી નીચું પરિણામ આવ્યુ છે.બંછાનીધીપાણીએ વધુમાં એમ પણ જણાવ્યુ છે કે, આ વર્ષે એ સારી બાબત છે કે, વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓની સરખામણીમાં તેમના જેટલું કે તેમનાથી વધારે સારું આવ્યુ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા 10 વર્ષમાં 2016 પછી પહેલી વખત 82 ટકાથી વધારે પરિણામ આવ્યુ છે.