હવામાન વિભાગના અનુમાન મુજબ 18 જૂન સુધી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન છે. ચોમાસાનો ગુજરાતમાં શુભારંભ થઇ ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ કેટલાક રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતના તમામ જિલામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ IMDએ જણાવ્યું કે, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. તો ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયના કેટલાક સ્થળોએ આગામી 3 થી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. મોનસૂન એક્ટિવિટી ( monsoon activity) એક્વિ થતાં શુક્ર અને શનિવારે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સુરત, તાપી, ડાંગ. વલસાડ સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદનો પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગના અનુમામન મુજબ રવિવાર અને સોમવારે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં કેટલાત જિલ્લામાં વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દાદરા નગર હવેલી,તાપી, નવસારી, વલસાડમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology