bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી....

રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. અનેક ગામો સંપર્કવિહોણા થયા છે તો અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અનેક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્ય વરસાદ તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી કરી છે.

  • હવામાન વિભાગની આગાહી

આગામી ત્રણ કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી:
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, ભાવનગર, અમરેલી, બોટાદ

આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી:
કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ

  • રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો

ચોમાસાએ નિર્ધારિત સમયથી 6 દિવસ (2 જુલાઈ) પહેલાં જ સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના લગભગ બધા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના 178 તાલાકમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેરા કર્યા છે જે અનુસાર રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે.