bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી જેપી સ્વામી હજુ પણ ફરાર...

વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મ કેસને લઈ ફરિયાદ નોંધાઈ છે,આ ફરિયાદમાં પોલીસની ઢીલી કામગીરી સામે આવી છે,વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી જેપી સ્વામી હજી પણ ફરાર છે,7 જૂનના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ત્યારથી અત્યાર સુધી એટલે કે આજ દિન સુધી સ્વામી ફરાર છે જેને લઈ પોલીસની તપાસમાં શંકા ઉદભવી રહી છે.

સ્વામી કયા છે તેની પોલીસની નથી ખબર

પોલીસે મધ્યપ્રદેશમાં તેમના આશ્રય સ્થાન પર તપાસ કરી તેમજ વડતાલ અને જેપી સ્વામીના નિવાસ સ્થાને પણ તપાસ કરી છે પણ સ્વામી મળી આવ્યા નથી,શુ સ્વામી વિદેશ જતા રહ્યાં છે ? તેને લઈ ભકતોમાં પણ ચર્ચા કરી રહ્યાં છે.જેમાં પોલીસે વડતાલના 300 સાધુઓની ઓળખ પરેડ કરી છે. સાધુઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. તેમાં જગતપાવન સ્વામી ઘણા દિવસોથી જોવા મળ્યા ન હોવાનું રટણ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસે જેપી સ્વામીના રૂમમાં સર્ચ કર્યું છે ત્યારે વડતાલના જેપી સ્વામીના રૂમમાંથી કઈ હાથ લાગ્યું નથી.

હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા : પિડીતા

સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. ડીસીપી પન્ના મોમાયાના સૂચના મુજબ, પોલીસે તપાસ શરૂ કરી હતી.વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી હતી. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી હતી.

શું હતો કેસ

ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.