રૂપાલાની રાજા રજવાડા વિશે ટીપ્પણીનો વિડિયો વાયરલ થયા બાદ ક્ષત્રિયો રોષે ભરાયા છે ત્યારે રૂપાલા બે વાર માફી માગી ચુક્યા છે પરંતુ રાજપૂત મહિલાઓ વિશે કરેલી ટીપ્પણીને લઇ સમાજ કોઇપણ ભોગે માફી આપવા તૈયાર નથી. જેને લઇને રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની રાજકોટથી ટિકિટ કાપવાની માંગણી કરવામાં આવી રહી છેલોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે તો પણ ગુજરાતમાં બીજેપીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ નથી લેતી. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ ભભૂકી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ આ મામલે માફી પણ માંગી લીધી છે પરંતુ આ રોષ ઠરવાને બદલે વધી રહ્યો છે. આ મામલે આજે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળશે. ત્યારબાદ ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે કોર કમિટીની બેઠક મળશે. નોંધનીય છે કે, મંગળવારે ગાંધીનગરમાં સી. આર. પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને ભાજપના ક્ષત્રિય નેતાઓની વચ્ચે બેઠક થઇ હતી. જે બાદ સી. આર. પાટીલે ક્ષત્રિય સમાજને બે હાછ જોડીને વિનંતી કરી હતી કે, ‘તેઓ મોટું મન રાખીને માફ કરે..
સી. આર. પાટીલે આજે બપોરે અમદાવાદમાં ગોતા વિસ્તારમાં ક્ષત્રિય સમાજ ભવન ખાતે ભાજપના ક્ષત્રિય જવાબદાર આગેવાનો તેમજ સમાજની સંકલન સમિતિની વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે તેવી જાહેરાત કરી હતી. ત્યારે ઉમેદવાર બદલવાની માગ પર અડગ ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનના આગેવાનો અને ભાજપના આગેવાનો વચ્ચેની બેઠકમાં આ વિવાદ શમે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.ભાજપ સાથેની બેઠક બાદ પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સીટ પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીના કારણે, એ સમાજમાં રોષ ફેલાયેલો છે. રૂપાલાએ ત્રણ વખત માફી માગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ ઓછો થતો નથી. સ્વાભાવિક છે કે સમાજ માટે ટિપ્પણી થઇ હોય તો રોષ હોય. હવે માંફી માગી છે ત્યારે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને એમને (રૂપાલાને) માફ કરે. સમાજમાં જે રોષ છે તેને કેવી રીતે શાંત કરવો તેના અંગે અમે આજે બેઠકમાં ચર્ચા કરી છે. એ મુજબ પાર્ટીના સૌ આગેવાનો પણ ક્ષત્રિય સમાજના આગેવાનોનો સાથે આજે બપોરે ત્રણ વાગે બેઠક યોજશેઆ બેઠક અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યુ કે, ‘સમાજ દ્વારા લગભગ 92 સભ્યોની એક સંકલન સમિતિ બનાવાઇ છે. એમની સાથે અમારા પક્ષના કયા આગેવાન, કોને મળશે અને શું ચર્ચા કરશે એ જવાબદારી નક્કી કરી દેવાઇ છે એ મુજબ સમાજના આ આગેવાનોને મળશે. એમનો રોષ સાંભળશે અને સમજાવવાના પ્રયાસ કરશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટે પ્રયત્નો કરશે.’
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology