bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ધો.10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, ધો. 12 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા અને ધો. 10નું 28.29 ટકા...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 24મી જુનથી ચોથી જુલાઈ દરમિયાન લેવાયેલી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે (29મી જુલાઈ) જાહેર થયું છે. જેમાં ધોરણ 10માં 28.29 ટકા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા પરિણામ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48 ટકા પરિણામ આવ્યું છે.  

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયો સાથે બીજીવાર બોર્ડ પરીક્ષા લેવાઈ હતી. જેમાં અગાઉના મુખ્ય બોર્ડ પરીક્ષામાં પાસ હોય તેવા અને નાપાસ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને તક અપાઈ છે. જ્યારે ધોરણ 10માં ત્રણ વિષયમાં નાપાસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આપી હતી. ધો. 12 સાયન્સમાં 8 હજારથી વઘુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પાસ થયા છે તેમ છતાં વધુ ગુણ મળવવા માટે ફરી પરીક્ષા આપી હતી. 


ધોરણ 10, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહના કુલ મળીને 2.28 લાખથી વઘુ વિદ્યાર્થીઓનું પરિણામ gseb.org પર ચેક કરી શકાશે. નોંધનીય છે કે, 12 સાયન્સ પછીના ઈજનેરી પ્રવેશના મેરિટમાં પણ ફેરફાર થશે. હાલ ઈજનેરીમાં પ્રવેશ માટે નવું રજિસ્ટ્રેશન પણ ચાલી રહ્યુ છે. મુખ્ય બોર્ડ પરીક્ષાનું પરિણામ આ વર્ષે ઘણું ઊંચુ આવ્યુ છે.