સાબરકાંઠાનાં પ્રાંતિજમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે નનાનપુર આરસોડા રોડ પર પાણી ભરાયા હતા. નનાનપુર આરસોડાનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા પાણીનાં પ્રવાહમાં મુખ્ય રસ્તો ધોવાયો હતો. રસ્તો ધોવાતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સાબરકાંઠામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. સાબરમતી નદી બે કાંઠે વહેતી થતા ઉત્તર ગુજરાતનાં ખેડૂતો માટે રાહતનાં સમાચાર છે. ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થશે. તેમજ સાબરમતી નદી બે કાંઠે વહેતી થતા નવા નીરનાં વધામણા કરાયા હતા. અંતરિયાળ વિસ્તારનાં બોર, કૂવા તેમજ પાણીનાં જળસ્તર ઉંચા આવ્યા હતા.
ઇડરીયા ગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી
સાબરકાંઠામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલ વરસાદથી ઈડરીયા ગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નયનરમ્ય નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યા હતા.
સાબરકાંઠામાં હાથમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. હિંમતનગરથી પસાર થતી હાથમતી નદીમાં ઉપરવાસમાં વરસાદના પગલ પાણીની આવક થવા પામી હતી. મહેતાપુરા જતો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો. સિઝનમાં પહેલીવાર નદીમાં પાણી આવતા સ્થાનિકોમાં ખુશી છવાઈ જવા પામી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology