રાજકોટના બહુમાળી ભવન ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો છે,આ તિરંગા યાત્રામા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય નેતા જેપી નડ્ડા,ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી,સાંસદો કોર્પોરેટર તેમજ અન્ય શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા,વિદ્યાર્થીઓ, વેપારીઓ, નાગરિકો આ યાત્રામાં જોડાયા હતા.બહુમાળી ભવનથી જયુબેલી સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રા કાઢવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો દેશભકિતમાં જોડાય.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો,બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં જન મેદની ઉપસ્થિત હતી,સાથે સાથે આ યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા,હાથમાં તિરંગા સાથે દેશભક્તિની ભાવના અને સ્વતંત્ર પર્વના રંગમાં રંગાઈ ગયું છે રાજકોટ શહેર.
રાજકોટ શહેર આજે તિરંગાના રંગે અને દેશ ભકિતાના રંગે જોડાઈ જશે,રાજકોટ શહેરમાં આજથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે,હર ઘર તિરંગાના સ્વપ્નને સાકાર કરવા માટે અને લોકોને દેશ ભકિતમાં જોડવા માટે મનપા દ્રારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે.બે દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી હતી. હવે રાજ્યનાં ચાર મોટાં શહેરમાં આ તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
રાજ્યનાં મુખ્ય 4 મહાનગરમાં મોટેપાયે તિરંગાયાત્રા યોજાશે. 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગાયાત્રા યોજાશે. રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા હાજર રહેશે. સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ જોડાશે. અમદાવાદ અને સુરત ખાતે તમામ ફોર્સની ટુકડી ખાસ પરેડ યોજાશે. પરેડ સાથે ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિ થશે, અલગ-અલગ ટેબ્લો અને બેન્ડ પણ જોડાશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology