ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની કુલ 29 જગ્યાઓ ભરેલી છે જ્યારે ઘણો વખત થયો, હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી નથી. રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકારે લેખિત જવાબમાં આ વાતનો સ્વિકાર કર્યો છે.
ગુજરાતમાં કોર્ટમાં કેસની સંખ્યામાં ઘણી મોટી છે. લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 45 ટકા જગ્યાઓ ખાલી પડી છે. ન્યાયાધીશોની ખાલી જગ્યાઓને કારણે ન્યાય મેળવવા ઇચ્છુક લોકો માટે સતત તારીખો પડી રહી છે.
રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે આ મામલે જણાવ્યું કે, સુપ્રિમકોર્ટના કોલેજીયમની ભલામણ કરાયા બાદ પણ ભાજપની કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરીને કોલેજીયમના નિર્ણયને વિલંબિત કરી રહી છે.
ન્યાય મેળવવા ઈચ્છુક લોકોને ઝડપથી ન્યાય મળે તે જરૂરી છે ત્યારે ન્યાયાધીશોની ખાલી જગ્યા ભરવી જોઈએ. ખાલી જગ્યાઓને કારણે ન્યાયાધીશોના કામકાજ પર ભારણ વધ્યુ છે સાથે સાથે ન્યાય મેળવનારાઓને સહન કરવાનો વારો આવ્યો છે. ન્યાયાધીશોની ખાલી જગ્યા એ ભાજપ સરકારના ગેરવહીવટનું એક ઉદાહરણ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology