સૂર્યદેવ દિવસેને દિવસે ઉગ્રતા ધારણ કરી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે.દિવસે ગરમીનો પારો ક્યાંક 44 તો ક્યાંક 45 ડીગ્રી પર પહોંચી ગયો છે.. બપોરના સમયે આકાશ આગ ઝરી રહ્યું હોય તેવી સ્થિતિ હોય છે.
સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે...રાજ્યભરમાં ગરમીનો પારો ક્યાંક 44 તો ક્યાંક 45 ડીગ્રી પર પહોંચી ગયો છે.. બપોરના સમયે આકાશમાંથી અગનગોળાનો વરસાદ થઈ રહ્યો હોઈ તેવી સ્થિતિ હોય છે. દિવસ તો ગરમ હોય છે જ પરંતુ સૂર્યાસ્ત થયા પછી સાંજના સમય પણ ગરમ પવનો કહેર વર્તાવી રહ્યા છે
અમદાવાદ સહિત રાજ્યમાં હાલ આકરી અને કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 5 દિવસ રેડ એલર્ટની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની આગાહી અને વર્તમાન પ્રચંડ ગરમીને જોતા આગામી પાંચ દિવસ સુધી શહેરનું તાપમાન 45 ડિગ્રી અથવા ઉપર જવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંભાવનાઓ વ્યક્ત કરી છે.આ સીઝનનું આ સમય દર્મીયાન પ્રથમ રેડ એલર્ટ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન નોંધાયું હતું
માત્ર બપોરના સમયે જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ ગરમી અને ઉકરાટનું પ્રમાણ ઓછું થવાનું નામે જ લઇ રહ્યું નથી ...અને લોકોને મોડી સાંજ સુધી પણ ગરમ પવનોનો સામનો કરવો પડે છે.સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો પણ ઉંચો ગયો છે
હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા બે દિવસ સુધી અમદાવાદમાં રાત્રીના સમયે પણ ગરમ પવનોનો અહેસાસ થશે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ વડોદરા અને ભાવનગરમાં પણ આગામી 2 રાત્રીઓ ગરમ રહેશે તેવી આગાહી કરી છે.
રેડ એલર્ટને પગલે તંત્ર દ્વારા કન્સ્ટ્રકશન સાઇટ ઉપર બપોરે 12 થી 4 વાગ્યા સુધી બાંધકામ બંધ રાખવા અંગે સૂચનાઓ અપાઇ છે, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે. જો વધુ પડતું માથું દુખે, તાવ આવવાની સ્થિતિ લાગે તો તબીબોનો સંપર્ક સાધવો અને યોગ્ય સમયસર સારવાર લેવી. અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે નાના બાળકો આગામી ત્રણથી ચાર દિવસ ઘરમાં રહે તેવી માતાપિતાને પણ અપીલ કરાઈ છે. બપોરના સમય દરમિયાન પાણી,છાશ અને પ્રવાહી પદાર્થોનો વધુ ઉપયોગ કરવાનું જણાવાયું છે. અતિશય ગરમીને લીધે આરોગ્ય વિભાગે પણ તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લા રાખવા સૂચના આપી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના તેમજ દિન દયાળ કેન્દ્ર ઉપર છાશનું વિતરણ કરવા કહેવાયું છે.અને નક્કી કરેલ બગીચાઓમાં બપોરના સમયે છાશનું વીતરણ કરવા કહેવાયું છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology