bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો, શહેર પ્રમુખ સામે પદાધિકારીઓ-કાર્યકરોનો રોષ...  

ભાવનગર ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં શહેર પ્રમુખ સામે પદાધિકારીઓ-કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યો છે.ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે. ત્યારે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ સામે ભાજપનાં નેતાઓ જ મેદાને ઉતર્યા છે. શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સામે ભાજપનાં નેતાઓએ ફરિયાદ કરી હતી.

ભાવનગર શહેરના પદાધિકારીઓએ પ્રદેશ મહામંત્રીને કરી ફરિયાદ
ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ સામે ભાજપનાં નેતાઓએ જ ફરિયાદ કરી છે. નગર સેવકો, શિક્ષણ સમિતિનાં સભ્ય અને યુવા મોરચાનાં મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી. શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણની કામ કરવાની પદ્ધતિને લઈ પક્ષમાં નારાજગી ચાલી રહી છે. અભયસિંહ ચૌહાણથી ભાવનગર શહેરનાં પદાધિકારીઓએ પ્રદેશ મહામંત્રીને ફરિયાદ કરી છે.