હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી 12થી 17 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટીવીટી થશે. આ સાથે જ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે. એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની પણ અસર વર્તાશે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 96થી લઈને 104 ટકા વરસાદ પડવાનું અનુમાન છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 એપ્રિલથી 17 એપ્રિલ દરમ્યાન રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવીટી થવાની આગાહી કરી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. પ્રિ-મોન્સુન ઓક્ટિવીટીના કારણે હાલ ગરમીનું પ્રમાણ ઘટી શકે છે. 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી અંબાલાલે કરી છે. મેના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની અસરના કારણે ચોમાસુ પ્રભાવિત થઈ શકે છે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે, પ્રિ-મોન્સુન એકેટિવિટીના કારણે ગરમી ઘટશે. 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, હિમાલયમાં ભારે બરફ વર્ષા થશે તો ચોમાસા પર અસર થશે. અંબાલાલની આગાહી મુજબ 24મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ વચ્ચે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું કે, હાલમાં ચોમાસાનું આંકલન થઈ શકે નહીં. આંકડાકિય માહિતી મેળવ્યા બાદ ચોમાસાનો ખ્યાલ આવે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology