હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે સાથે સાથે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શકયતા છે.જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે,ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં જે પણ ખેડૂત કૃષિ કાર્ય કરશે તો તેમનો પાક પીળો પડી શકે છે.
દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે,ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે.16 થી 22 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થવાની સંભાવના છે.
લીંમડી, બાવળા, ખંભાત, નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ અને વાંસદ વગેરે વિસ્તારમાં આ સિસ્ટમની અસર જોવા મળશે. વધુમાં તેમને જણાવ્યું કે, આ સિસ્ટમ પૈકીની એક સિસ્ટમ મહારાષ્ટ્ર, બીજી દ્વારકા અને ત્રીજી રાજસ્થાન તરફ સક્રિય થઈ છે. આ ત્રણેય સિસ્ટમ એક સાથે ભેગી થવાથી ઉત્તર ગુજરાતના ડીસા, પાટણ, સિધ્ધપુર, ઈડર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology