ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઈ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ કરાશે જાહેર કરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સચિવ હસમુખ પટેલે આ જાણકારી આપી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-4 તથા ગ્રુપ-8) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology