bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજ્યભરમાં કાળઝાળ ગરમીને લીધે 108 ઇમરજન્સી કોલ થયા 3 દિવસમાં ડબલ , બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા લોકોને કરાઈ તંત્ર દ્વારા અપીલ...  

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનનો પારો દિવસેને દિવસે વધતો જાય છે અને આકાશ પણ આગ ઓકી રહ્યું છે.અને વાતાવરણ પણ ભયાનક ગરમ બન્યું છે. આવા આકરા તાપથી ડિહાઈડ્રેશન અને લૂ લાવાના કારણે ઝાડા ઉલ્ટી જેવા અનેક રોગોનો ભોગ લોકો બની રહ્યા છે .  ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ઘણો ખરો વધારો થયો છે , લૂ લાગવી, માથું દુ:ખવું, ઉલટી થવાના ઇમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે.

સમગ્ર રાજ્યભરમાં કાળઝાળ ગરમી વધી રહી છે સાથે જ તાપમાનનો પારો અમદાવાદ,ઇડર દાહોદ જેવા વગેરે જિલ્લોમાં 42 થી 45.1 ડિગ્રીએ પહોંચ્યો છે. આ અમદાવાદમાં દરમિયાન ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં સતત વધારો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.મળતી માહિતીઓ મુજબ લૂ લાગવી, માથું દુ:ખવું, ઉલટી,ચક્કર આવવા જેવા ઇમરજન્સી કેસમાં ખુબ જ વધારો નોંધાયો છે.અમદાવાદમાં 17 તારીખના રોજ ગરમીને લાગતા કુલ 11 કોલ નોંધાયા છે.18 તારીખે 22 કોલ અને 19 તારીખે 32 જેટલા ઇમરજન્સી કોલ નોંધાયા છે. તેમજ ગુજરાત રાજ્યમાં મે મહિનામાં કુલ 1431 જેટલા કોલ નોંધાયા છે. મળતી માહિતી મુજબ રાજ્યભરમાં ગરમીને લાગતા કેસોમાં 31 ટકાનો જેટલો વધારો જોવા મળ્યો છે.

નોંધાયેલા આ કેસોમાં લૂ લાગવી, માથું દુ:ખવું, ઉલટી અને ચક્કરનાં ઇમરજન્સી કેસમાં ખુબ જ વધારો થયો જોવા મળે છે. ગુજરાતમાં ગરમીને લગતા કેસોમાં 31 ટકા જેટલો વધારો નોંધાયો છે. હવામાન વિભાગની મુજબ હજુ પણ હિટવેવની આગાહી છે.માટે તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન જવાની અપીલ પણ કરવામાં આવી છે.અને બહાર નીકળો તો ગરમીથી બચત ઉપાય કરતા રહેવું પડશે. જેમકે સડેડ અને ખુલતા રંગોના સુતરાઉ કાપડના કપડાં પહેરવા,છત્રી અથવા ટોપીને ઉપયોગમાં લેવી,અને સતત પાણી,છાસ,લીંબુ સરબત જેવા પ્રવાહી પદાર્થોનું સેવન કરતુ રેહવું જેથી ગરમીની તેઓને ઓછી માત્રામાં અસર ન થાય.