bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્લી બાદ હવે અમદાવાદ શહેરની 3 સ્કુલ મા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે....

આજે સોમવારે સવારે અમદાવાદ શહેરની 3 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું છે. SOG, બોમ્બ સ્કવોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રશિયન સર્વરથી ધમકી મળ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉદગમ સ્કુલને પણ ધમકી મળી છે, ત્યારે પોલીસ અહીં પણ ચેકિંગ કરવા પહોંચી ચુકી છે. આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અમદાવાદ શહેરની 3 સ્કૂલને બોમ્બથી ઉડાદેવાની ધમકી મળી છે. સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ સ્થાનિક પોલીસે સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું છે.અગાઉ દિલ્લીની અનેક સ્કૂલમાં પણ ધમકી મળી હતી. જોકે દિલ્લી પોલીસે તપાસ કરતા ધમકી ખોટી સાબિત થઈ હતી.