bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દીકરીઓને જોહરની જરૂર નહીં પડે' પરેશ ધાનાણીનું વધુ એક ટ્વિટ, નામ લીધા વિના રૂપાલા પર પ્રહાર....

પરષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પરેશ ધાનાણીનું ટ્વીટ  સામે આવ્યુ છે. તેમણે ટ્વિટ કરતા લખ્યુ કે 'દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરુર નહીં પડે','દીકરીઓના 'જવતલીયા' હજુ તો જીવે છે'રોટી,બેટી,રાજ અને ધર્મના રક્ષકોને કોખમાં ઉછેરનારી દેશની દરેક "માતૃ શક્તિ" ને વંદન. નોધનીયછે કે પરેશ ધાનાણી કોંગ્રેસના કદાવર નેતા છે. અને તેઓ રૂપાલા અને સરકાર પર નિશાન તાકી ચુક્યા છે. અને ક્ષત્રિયોને ન્યાય અપાવવા સમર્થન કર્યુ છે.

લોકસભા ચૂંટણી સમયે પરસોત્તમ રુપાલા વિવાદ વધુ વકરી રહ્યો છે. રાજકોટ  લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર  પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ  દ્વારા રુપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. રાજકોટ  લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે ભાજપે પક્ષ સાથે જોડાયેલા અગ્રણીઓને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સમાજ તરફથી સંગઠનોના અગ્રણીઓ છે. આ બેઠકમાં સમાધાન લાવવા પ્રયાસો કરવામાં આવનાર છે. સમાજ મંજૂરી નહી આપે ત્યા સુધી સમાધાન થવું મુશ્કેલ લાગી રહ્યુ છે.