જામનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે પક્ષી પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં લગભગ 25 વર્ષમાં જામનગરમાં ભારતીય ગીધ જોવા મળ્યું છે. વિગતો મુજબ ભારતીય ગીધ અગાઉ વર્ષ 1999માં જોવા મળ્યું હતું. જે બાદમાં હવે અચાનક વરસાદી વાતાવરણની વચ્ચે ભારતીય ગીધ જોવા મળ્યું છે. આ તરફ અતિ દુર્લભ એવું ભારતીય ગીધ જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
જામનગર એ હંમેશા યાયાવર પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓથી સ્વર્ગ સમાન રહ્યું છે. જોકે વર્ષ 1999માં અતિદુર્લભ ગણાતું પક્ષી ભારતીય ગીધ જોવા મળ્યું હતું. આ તરફ છેલ્લા 25 વર્ષ સુધી આ પક્ષી જામનગર પંથકમાં જોવા મળ્યું હતું. જોકે વરસાદની મોસમની વચ્ચે અચાનક 25 વર્ષ બાદ અતિ દુર્લભ ગણાતું ભારતીય ગીધ ફરી એકવાર જામનગરમાં જોવા મળ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ વન વિભાગના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર હેમલ ડાંગરને ફિલ્ડ પક્ષી દર્શન દરમિયાન પ્રથમ વખત જોવા મળ્યું હતું. તેમને આ ભારતીય ગીધ વિભાપર વેટલેન્ડ દાનાદાદાની જગ્યામાં જોવા મળ્યું હતું. આ તરફ અતિ દુર્લભ એવું ભારતીય ગીધ જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ગીધએ શ્રેણી સિંચાનક(Falconiformes)નું મૃતભક્ષી- માંસાહારી પક્ષી છે. ગીધ તે બે પ્રકારનાં હોય છે પૌરસ્ત્ય ગોળાર્ધ ગીધ (old world vulture) અને પાશ્ચાત્ય ગોળાર્ધ ગીધ (new world vulture). આમ તો બંને સમૂહનાં ગીધ દેખાવમાં એકસરખાં હોય છે. ગીધના શીર્ષ અને ગ્રીવાના ભાગો પીછાંવિહોણા હોય છે જ્યારે આ ભાગની ત્વચાનો રંગ નોંધપાત્ર હોય છે. વળી એ ભાગની ચામડી માંસલ અને લટકતી હોય છે. હવામાં ઊંચાઈએ ઉડ્ડયન કરવા મજબૂત પાંખો હોય છે. આંખ અત્યંત તીક્ષ્ણ હોઈને જમીન પર પડેલા સસ્તનોના મૃતદેહોને ગીધ ઊંચાઈએથી સહેલાઈથી નિહાળી શકે છે. ગીધનાં પીછાં ભૂરા કે કાળા રંગનાં હોય છે અને કેટલાંક પીછાં પર સફેદ રંગનાં નાનાંમોટાં ટપકાં જોવા મળે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology