bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે હજી 24 કલાક રાજ્યમાં કાળઝાળ ગરમીની શક્યતા છે. જે બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે...

 

 ગુજરાતમાં હજી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાંછવાયો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે અમદાવાદની ગરમી અંગે જણાવ્યુ કે, અમદાવાદમાં બે દિવસ પારો 43 ડિગ્રીએ રહી શકે છે. જ્યારે ગાંધીનગરમાં બે દિવસ પારો 42 ડિગ્રીની આસપાસ જવાની શક્યતા છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.


11મી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસશે. તે દિવસે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 12મી તારીખે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. તે દિવસે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. 13મી તારીખે સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાંછવાયા ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે. 14મી તારીખના રોજ જામનગર, રાજકોટ, અરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસવાની આગાહી છે.