bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વિશ્વામિત્રીના પાણી શહેરમાં પ્રવેશ્યા,અકોટાની વસાહતમાં ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ...

વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટે પહોંચતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા છે જેને કારણે ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

આજે વહેલી સવારે વિશ્વામિત્રની નદીની સપાટી 28 ફૂટે પહોંચતા કાલાઘોડા, પરશુરામ ભઠ્ઠો, અકોટા, મુજ મહુડા, કારેલીબાગ જલારામ નગર સહિતના વિસ્તારોમાં પાણી ઘુસવા માંડ્યા હતા.

ગઈ મોડી રાતે જ કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી હતી. જેને કારણે અનેક લોકો સુરક્ષિત સ્થળે ચાલ્યા ગયા હતા. પરંતુ અકોટા ની દેવનગર વસાહતમાં 20 લોકો નીકળી નહી શકતા ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડે તમામ લોકોને બોટ મારફતે સલામત સ્થળે પહોંચાડ્યા હતા.