રાજ્યમાં અનેક જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે. અગાઉ પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદ પડતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે કચ્છ જિલ્લમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું. કચ્છના નખત્રાણા, અબડાસામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત નખત્રાણા-લખપત-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
છેલ્લા કેટલાક દિવસથી વરસાદ સૌરાષ્ટ્ર પર મહેરબાન થયો હતો. પોરબંદર, દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે હવે કચ્છ જિલ્લાને મેઘરાજાએ તરબોળ કરી નાખ્યું છે. મધરાતથી જ ભારે વરસાદને પગલે અનેક તાલુકાઓ જળબંબાકાર થયા હતા. નખત્રાણા અને અબડાસામાં તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 4 ઈંચ કરતા પણ વધારે વરસાદ વરસી ગયો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
નખત્રાણા-લખપત-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના પગલે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કચ્છના માતાના મઢે દર્શન કરતા શ્રદ્ધાળુઓ પણ ધોરી માર્ગ બંધ રહેવાથી અટવાયા હતા. આ ઉપરાંત બારા ગામના નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે રૂકમણી નદી બે કાંઠે વહેતી થઈ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology