સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી હત્યા ફાયરિંગ સહીતના બનાવોમાં વધારો થતા જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સતત છેલ્લા 15 દિવસથી જીલ્લામાં કોમ્બિંગ હાથ ધરીને હથિયારો સાથે રોલા પાડનારા અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા 28 આરોપીઓ સામે ગુના નોંધાયા છે. સાથોસાથ રાત્રે બીનજરૂરી આંટા મારતાં રખડતાં લોકો યુવાનો સામે કાર્યવાહી કરી 200 થી વધુ વાહનો ડીટેઇન કરાયા છે છરી ધોકા જેવા ધાતક હથિયાર સાથે ફરતાં 87 જેટલાં લોકોને જીલ્લામાંથી ઝડપી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે આવનારા સમયમાં ડ્રોન કેમેરાથી કોમ્બિંગ હાથ ધરવામાં આવશે જીલ્લામાં શાંતીપૂર્ણ વાતાવરણ માટે સતત અલગ અલગ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે,તો સામે જીલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા પણ જીલ્લા એસપી સાથે સંકલનમાં રહીને પાસા, તડીપાર અને હથિયાર રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાવોના પગલે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ જીલ્લા એસપી અને કલેકટર દ્વારા એક બેઠક મળી હતી જેના ભાગરૂપે આરોપી સામે પોલીસ દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામાયુ છે કલેકટર દ્વારા છેલ્લા 3 વર્ષ માં 404 હથિયારોના પરવાના રદ કરી દેવામાં આવ્યાં છે 71 પાસાં 36 તડીપાર સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 121 સ્વરક્ષણનાં પરવાનેદારોના હથિયાર રદ કરવામાં આવ્યાં છે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને હથિયાર પરવાનેદાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology