ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન લેનારાઓએ હવે બાયોમેટ્રિક્સ ઓળખમાં ચહેરો પણ દર્શાવવો પડશે. અત્યાર સુધી ફિન્ગર પ્રિન્ટ અને આંખની કીકીની ઇમેજ લેવામાં આવતી હતી. હવે અરજી કરનારનો ચહેરો લેવામાં આવશે અને અરજી કરનારે પોતે જીએસટી કચેરીમાં હાજર પણ થવું પડશે. બોગસ બિલિંગના કેસો રોકવા માટે ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે રાજ્યકરવેરા ભવન ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું.
આધારકાર્ડ આધારિત ચહેરોની ઓળખ પણ લેવામાં આવશે
કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે જીએસટી રજિસ્ટ્રેશન લેનારાઓની ઓળખને વઘુ સચોટ બનાવવા માટે આધારકાર્ડ આધારિત ચહેરોની ઓળખ પણ લેવામાં આવશે. આ પ્રક્રિયાને કારણે જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપી બનશે. નવા રજિસ્ટ્રેશન મેળવવામાં ઓછો સમય લાગશે. બોગસ બિલિંગ કરનારાઓ આર્થિક રીતે નબળા લોકો પાસે બે ચાર હજાર આપીને તેમના પાનકાર્ડ અને અન્ય પુરાવાઓ મેળવી લઈને તેમના જ નામે જીએસટી રજિસ્ટ્રેશન મેળવી લેતા હતા.
હવે જીએસટી રજિસ્ટ્રેશન લેવા માટે અરજી કરનારને રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે. પરિણામે તેમના નામે જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું હોવાની હકીકતથી તેઓ અજાણ હોવાની દલીલ હવે કરી શકશે નહિ. બીજાના નામે રજિસ્ટ્રેશન લીધા પછી બેફામ બોગસ બિલિંગ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી રહી છે.
જીએસટી રજિસ્ટ્રેશન લેવા ઇચ્છનારાઓએ સેવા કેન્દ્ર પર હાજર થવું જ પડશે. જીએસટી સેવા કેન્દ્ર પર તેમના આધારકાર્ડની ખરાઈ કરવામાં આવશે. તેમ જ અન્ય પુરાવાઓની પણ ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ તેમને જીએસટીનો નોંધણી નંબર આપવો કે નહિ તે અંગે નિર્ણય લવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology