વડોદરમાં હરણી તળાવની દુર્ઘટના સર્જાયા બાદ જળાશયોમાં બોટીંગને લઇ નિયમોની અમલવારી કડક કરાતા ફેરી બોટના વેપારીઓએ ફેરી બોટની સર્વિસ બંધ કરવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત ઓખા દ્વારકા સુદર્શન બ્રિજનાં લોકાર્પણ પછી તો ફેરી બોટના વેપારિઓના વેપાર ધંધાઓ થપ્પ થયા છે.
ઓખા-બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નવનિર્મિત સુદર્શન બ્રીજનું લોકાર્પણ થયા પછી ફેરી બોટ સર્વિસના વ્યાપારને ફટકો પડયો હતો. તેમજ વડોદરાનાં હરણી દુર્ઘટના પછી સરકારે સમગ્ર રાજ્યમાં જળાશયોમાંબોટીંગને લઇ નિયમોની અમલીકરણ કડક કરાયું છે.ત્યારે ઓખા - બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ થઇ છે. જેને પગલે બોટ માલિકોનો વેપાર ફરીથી શરુ કરાઈ તેવા ધમપછાડા કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
મોતની પીકનીક એટલે કે હરણી તળાવમાં જે તંત્રની બેડકરીના કારણે બેકશુર માશૂમે જીવ ગુમાવ્યો પડ્યો હતો આમ તે કાંડ થયા બાદ હાઇકોર્ટમાં સૂઓમોટો થયેલ હોય સમગ્ર રાજ્યમાં જળાશયોમાં બોટીંગ ને લઇને વચગાળાની માર્ગદર્શિકા બહાર પાડી તેની અમલવારી માટે ફાયર સહિતનાં વિભાગો સંલગ્ન સમિતિ બનાવી બોટની ચકાસણી કરી એનઓસી અપાયા બાદ જ બોટ ચલાવી શકાય છે.પરંતુ અનેક જગ્યાએ જળાશયોમાં ફેરી બોટ સર્વિસમાં મુસાફરોને લાઇફ જેકેટ વગર મુસાફરી કરાવાતી હોવાનાં તથા ઓવરલોડીંગનાં વિડીયો અનેક વખત વાયરલ થઇ ચૂક્યા છે. જેના પગલે મેરીટાઇમ બોર્ડે બોટનાં લાયસન્સ સસ્પેન્ડ કર્યાની ઘટનાઓ પણ બની છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology