bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદના દાણીલીમડામાં  બેફામ કારચાલકે લગ્નપ્રસંગમાં કાર ઘૂસાડી દેતા 10થી વધુ લોકોને લીધા અડફેટે....

રાજ્યમાં હાલ દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અમદાવાદમાંના દાણીલીમડામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘૂસાડી હતી અને 10 થી વધુ લોકોને અડફેટે લીધા હતાં. આ અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી છે.

લગ્ન પ્રસંગમાં કાર ઘૂસાડી દેતા આનંદનાં માહોલમાં ડર પ્રસરી ગયો. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી છે.