રાજ્યમાં વધુ એક લાંચનો કેસ સામે આવ્યો છે. રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. ACBએ ટ્રેપ ગોઠવીને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિપુલ ઓળકિયાને લાંચ લેતા રંગહાથ ઝડપી લીધો છે.
રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં ACBની ટ્રેપ સફળ રહી હતી અને કોન્સ્ટેબલ વિપુલ ઓળકિયા 25 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. કોન્સ્ટેબલ સાથે ભાવિન રૂઘાણી નામનો ખાનગી શખ્સ પણ ઝડપાયો છે. ફરિયાદી વિરુદ્ધ થયેલી અરજીમાં હેરાન પરેશાન ન કરવા માટે કોન્સ્ટેબલ વિપુલ ઓળકિયાએ લાંચ માંગી હતી અને આ સમગ્ર મામલે ફરિયાદીએ ACBને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યારે આ કોન્સ્ટેબલ સામે આગળની વધુ કાયદાકીય કાર્યવાહી ACBએ શરૂ કરી છે અને વધુ તપાસ કરવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology