bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

મહિલાઓમાં જોવા મળ્યો રોષ-સર્વેશ્વર સોસાયટીની મહિલાઓ દુષિત અને અનિયમિત પાણીની સમસ્યાથી પરેશાન...  

 હળવદ શહેરના વોર્ડ નંબર-5માં શરણેશ્વર સોસાયટીમાં દુષિત અને અનિયમિત પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓ આકરા પાણીએ થઈ હતી અને આ સમસ્યા દૂર કરવા હલ્લાબોલ કર્યો હતો. જો આ સમસ્યા દૂર નહીં થાય તો આગામી દિવસોમાં પાલિકામાં ઘેરાવ કે માટલા ફોડી વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. વિશ્વગુરુ બનવાની વાતો વચ્ચે આજે ગામડાઓ તો ઠીક શહેરોમાં પણ શુધ્ધ કે નિયમિત પાણ મળતું નથી. જેની સોસાયટીના રહીશોએ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. હળવદ શહેરના વોર્ડ નં-5માં શરણેશ્વર સોસાયટીમાં છેલ્લાં કેટલાય સમયથી પાણીની સમસ્યા છે અને પીવાલાયક તો ઠીક પરંતુ વપરાશમાં ઉપયોગ થાય તેવું પાણી પણ આવતું નથી. જેને લઈને મહિલાઓ એકઠી થઈ પાણી માટે હલ્લાબોલ કર્યો હતો. સોસાયટીમાં દુષિત પાણી આવતા રોગચાળો ફેલાવોનો ખતરો ઉભો થયો છે અને જેને પગલે આગામી દિવસોમાં હળવદ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કે મટલાફોડ કાર્યક્રમ આપવાની ગીતાબેન, કસ્તુરબેન, પ્રભાબેન સહિતની મહિલાઓએ ચિમકી આપી હતી. જોકે હળવદ શહેરની વિવિધ સોસાયટીમાં શુદ્ધ કે પિવાલાયક પાણીની સમસ્યા દર વર્ષે ઉનાળામાં સપાટી પર આવે છે. પરંતુ નિંભર તંત્ર અને નિરુત્સાહી પ્રતિનિધિત્વના પગલે આમ જનતાને પીડાવુ પડે છે.