ગુજરાતભરમાં વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 236 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદને પગલે બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારે રાજ્યભરમાં ચોમાસું બરાબર જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા 9 ઇંચ વરસાદ થયો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. તંત્ર દ્વારા અહીંના નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. તો નર્મદાના તિલકવાડામાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ સિવાય વડોદરાના પાદરા તાલુકામાં સવા 8 ઈંચ વરસાદ થયો છે. તો ભરૂચમાં 7.5 ઈંચ વરસાદ થયો છે તો ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં 6.5 ઈંચ વરસાદ થયો છે. તો નાંદોદ અને સિનોરમાં 6-6 ઈંચ વરસાદ થયો છે. જયારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઈંચ થયો છે. દેહગામમાં 5.5 ઈંચ, હાંસોટમાં 5.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology