રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડ બાદ ફરી એક વાર સુરત મહાનગર પાલિકા સફાળું જાગ્યું છે. સુરત મહાનગર પાલિકાએ ગેમ ઝોન સામે કાર્યવાહી કર્યા બાદ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ફાયર સેફ્ટી અને અન્ય નિયમોનો ભંગ કરીને ચાલતી સંસ્થા સામે કાર્યવાહી કરી . અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટ, હોટલ અને હોસ્પિટલ સહિતની અનેક સંસ્થાઓમાં સીલીંગની કામગીરી હાથ ધરી એક જ દિવસમાં દસ મોટા ગેમ ઝોન સીલ રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટના બાદ સુરત સહિત રાજ્યની તમામ મહાનગર પાલિકાને કોર્ટે કરેલી તાકીદ બાદ મહાનગર પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. સુરત મહાનગર પાલિકાએ કોર્ટના આદેશ બાદ એક જ દિવસમાં દસ મોટા ગેમ ઝોન અને સાત ચિલ્ડ્રન પ્લે ઝોન સીલ કર્યા છે. આ ઉપરાંત પાંચ ગેમ ઝોન તો એવા છે જે પાલિકાની બી.યુ પરમિશન વિના લાંબા સમયથી ધમધમતા હતા.પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ તેની સામે સીલીંગની કામગીરી હાથ ધરી કોર્ટમાં ત્રીજી જુન સુધીમાં રિપોર્ટ જમા કરાવવા માટે મહાનગર પાલિકાએ ફાયર સેફ્ટી અને વિવિધ ખામીઓ સાથે ચાલતી સંસ્થાઓ સામે કામગીરી હાથ ધરી છે. જેના ભાગરુપે સોમવારે મોડી રાત્રીથી મંગળવારે સવાર સુધીમાં સ્ટેશન વિસ્તારના દિલ્હી ગેટ તથા આસપાસના વિસ્તારમાં ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી હતી. મહાનગર પાલિકાએ ગેમ ઝોન સિવાયની મિલકતની તપાસ શરૂ કરી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology