bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, સૂત્રાપાડા-વંથલીમાં જળબંબાકાર, આજે પણ ભારે વરસાદની આગાહી...

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યા રહ્યા છે. કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાતથી કેરલ સુધી ટ્રોફ સહિત વરસાદી સિસ્ટમ યથાવત્ રહેતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૂત્રાપાડા અને વંથલીમાં ગુરૂવારે (18મી જુલાઈ) 7-7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વેરાવળ, પાટણમાં 6-6 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા.

  • આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

કેશોદ, કાલાવડ, પોરબંદર,ખાંભા, માણાવદર, કલ્યાણપુરમાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉપલેટા-ધોરાજીના ગ્રામ્ય પંથકમાં 7 ઈંચ, માળિયા હાટીના, માંગરોળ, જૂનાગઢ, કુતિયાણા, કોડીનારમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.

20મી  જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ અને નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 21 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભાર વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં પડી શકે છે.