રાજ્યમાં માવઠાનું જોર ઘટ્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો જેનાથી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નહીવત વરસાદ નોંધાયો હતો. તેમજ નર્મદાનાં સાગબારામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.જ્યારે અન્ય સાત તાલુકાઓમાં માત્ર 1 થી 5 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે ફરી ગરમીની આગાહી કરી છે. તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો થશે. ત્યારે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.ગીર સોમનાથ,બનાસકાંઠામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ બનાસકાંઠામાં 16 મે એ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને વરસાદ આ સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક ફૂંકાવાની શક્યતાઓ છે.
સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વાતાવરણમાં પણ ફેરફારો
આજ રોજ ગીર સોમનાથ બનાસકાંઠામાં ગાજબીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ 16 મે એ એટલે કે આવતી કાલે માત્ર બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે . ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી વાતાવરણ રહેશે. જ્યાં બે દિવસ બાદ ગુજરાતમાં ફરી એક વખત તાપમાનમાં વધારો થશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology