bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા, પોલીસે તપાસ શરુ કરી....  

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણસર આત્મહત્યા કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. મહિલા કોન્સ્ટેબલ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે.

ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રીટાબેન ડાભી નામના  પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણસર આત્મહત્યા કરી હતી. મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે. આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. 

ડીવાયએસપીએ જણાવ્યુ હતુ કે ગઇકાલે સાંજે રીટાબેન ડાભી જે કોન્સ્ટેબલ તરીકે ફરજ બતાવે છે તેમણે પોતાના ઘરે જ અગમ્ય્ કારણોસર ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો છે. તેમને હોસ્પીટલ ખસેડાયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા છે. સ્યુસાઇડ નોટ કે એવું કાંઇ મળ્યુ નથી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.