bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠશે! હવામાન વિભાગની 'ચોખ્ખી' આગાહી

નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવતા વરસાદ કંઈક ખેલૈયાઓમાં કંઈક અંશે નિરાશા જોવા મળી હતી. ઓક્ટોમ્બરનાં રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ 5થી 7 ઓકટોમબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયો વરસાદ પડી શકે છે. આજે ગીર સોમનાથ, અમરેલીમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં સામાન્ય વરસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં સામાન્યથી કે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં નવરાત્રીનો તહેવારની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરવામાં આવે છે અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે જો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે.