ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ ચાંદીપુરાનાં કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ 5 બાળકોનાં મોત થયા હતા. રાજકોટમાં ચાંદીપુરા કેસ વધતા રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે. તેમજ નવી MCh બિલ્ડીંગ ખાતે આઈસીયું સાથેનાં 7 બેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર પડે તો બેડ વધારવાની પણ તંત્રની તૈયારી છે.
જોકે ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જછે. રાજકોટમાં નવી MCH બિલ્ડીંગ ખાતે ICU સાથેના 7 બેડની વ્યવસ્થા કરાઈ છે. જરૂર પડ્યે બેડની સંખ્યા ગમે તેટલી વધારવા માટે તંત્રની તૈયારી હોવાનું RMO એ નિવેદન આપ્યુ છે.દવાઓ, ઈન્જેક્શન અને નિષ્ણાંત ડોક્ટરો સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.રાજકોટનાં લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology