આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લા માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જયારે ઉતર-મધ્યમ ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આજ માટે કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની સંભાવના છે, જયારે બોટાદ, મોરબી, કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે અગાઉ હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી હતી. જે અનુસાર રાજ્યના વિવિધ જીલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડતા સૂચના પણ આપવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology