bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકસભા બેઠક 15 પર ચૂંટણી જંગમાં મતદાન પહેલાં  બોટાદમાં વિધાન સભાની "પેટા ચૂંટણી આવે છે"તેવી ચર્ચાએ જોર પકડ્યું..  

બોટાદમાં 2024માં લોકસભા બેઠક નંબર 15 પર ચૂંટણી યોજવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ઉમેશ મકવાણા ની સામે ભારતીય જનતા પાર્ટી તરફથી નિમુબેન બાંભણિયા ચૂંટણી જંગમાં ઉતર્યા છે ત્યારે બોટાદ વિધાનસભા બેઠક 107માં લોકસભાના પરિણામ પછી તરત પેટા ચૂંટણી યોજાશે તેની પૂર્વ તૈયારી ધમધોકાર ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.બોટાદ વિધાનસભામાં ધારાસભ્ય બનવાના સપનાઓ સેવતા અનેક નેતાઓ પોતે ધારાસભ્ય નહીં હોવાના વસવસા સાથે યેનકેન પ્રકારે લોક સભાની ચૂંટણી જંગમાં વિરોધપક્ષના ધારાસભ્યને સાંસદ બનાવી જીતાડી દિલ્હી મોકલવા મતદાન ક્ષેત્રમાં ગુપ્ત મીટીંગો તથા તન મન ધન થી પ્રયાસો શરુ થઇ ગયા છે. કેન્દ્રમાં ભલે એક કમળ ઓછું જાય પરંતુ બોટાદ વિધાનસભા પર પેટા ચૂંટણી લાવી પક્ષમાંથી ટિકિટ મેળવી કોઈપણ રીતે સત્તા પ્રાપ્ત કરવા,પોતાનો દબદબો અને વટ સ્થાપિત કરવા અંદર ખાને મહેનત શરૂ થઈ હોવાની તથા પોતાનું શક્તિ પ્રદર્શન શરૂ કરી પોતાની પરોક્ષ દાવેદારી નોંધાવવા લાગ્યા છે.2022 માં યોજાયેલ બોટાદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જ દિગ્ગજ નેતાઓએ વિરોધમાં પ્રચાર કરાવ્યો હોવાની ફરિયાદ પ્રદેશ કક્ષાએ થઈ ત્યારે હાલ તો પેટા ચૂંટણી લાવવા ચોતરફે ઉમેદવારોએ પોતાની શક્તિઓ કામે લગાડી કેન્દ્રમાં એક કમળ ઓછું મોકલવા તડા માર તૈયારીઓ કરી નાખી હોવાની જાણકારી મળી રહી છે, પોતાના પૈસા લાગવગના જોરે વર્ચસ્વ સ્થાપિત કરવા કે પછી પોતાના વિરોધીઓને પરાસ્ત કરવા માટે ધારાસભ્ય બનવા તલપાપડ નેતાઓ ભાજપને વફાદારી નો ડોળ કરી કરી ધારાસભ્ય બનવાના સપનાઓ સાકાર કરવા અસ્તિત્વની લડાઈ માટે ઉજાગરા શરૂ કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આવા "મુખ મેં રામ અને બગલમાં છૂરી" જેવી નીતિઓ વાળા અઠંંગ નેતાઓ સ્થાપિત હિતો રામ નામનું તરતું વહાણ ડુબાડે તો નવાઈ નહીં..